Homeગુજરાતમોરબીમોટા દહીસરા ગામે બનેલ હત્યા પ્રયાસના આરોપીને માળીયા પોલીસે ઝડપી પાડયો

મોટા દહીસરા ગામે બનેલ હત્યા પ્રયાસના આરોપીને માળીયા પોલીસે ઝડપી પાડયો

માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે બનેલ હત્યાના પ્રયાસમા ફરાર થઈ ગયેલ આરોપીને ગણતરીના કલાકોમાં માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયો છે.

માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો આરોપી કીશોરભાઈ દેવદાનભાઈ લોખીલ (ઉ.વ.૩૭) રહે. મોટા દહીસરા તા.માળીયા જી.મોરબી વાળો ગુનો આચરી ફરાર થઈ ગયેલ હોય જેને પકડવા માટે પોલીસ ઈન્સ્પેકટર માળીયા.મી દ્વારા જુદી-જુદી ટીમો બનાવી આરોપીને ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી પકડી પાડવા માટે કાર્યરત હોય ત્યારે ચોકકસ બાતમી મળેલ કે ફરાર આરોપી મોટા દહીસરાથી નાનભેલા ગામ જવાના રસ્તે આવેલ વાળામાં છુપાયેલ હોય જેથી બાતમીવાળી જગ્યાને સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા સ્કોર્ડન કરી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular