Homeગુજરાતમોરબીમોરબીમાં પતિ-પત્ની વચ્ચે થયેલ ઝઘડાનો ખાર રાખી વહુએ સસરા પર કર્યો હુમલો 

મોરબીમાં પતિ-પત્ની વચ્ચે થયેલ ઝઘડાનો ખાર રાખી વહુએ સસરા પર કર્યો હુમલો 

મોરબી શહેરમાં પતિ પત્ની વચ્ચે થયેલ ઝઘડાનો ખાર રાખી વહુએ સસરાને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તપેલી વડે ઈજા પહોંચાડી હોવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલી રોલા રાતડીયાની વાડી વિસ્તારમાં રહેતા દેવકરણભાઈ નારાયણભાઈ ડાભી (ઉ.વ. 60) એ પોતાની વહુ મનીષાબેન દિલીપભાઈ ડાભી સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને અરોપી બાઇ મરા દિકરાની વહુ થાતી હોય અને તે બન્ને વચ્ચે છેલ્લા થોડા સમય થી અવાર નવર ઝગડા થતા હોય જે બંને પતી-પત્ની વચ્ચે ઝગડો થતા તેનો ખાર રાખી જેમ ફાવે તેમ ગાળો બોલી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી રસોઇ બનાવવાની તપેલી વડે હાથમા ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular