Homeગુજરાતમોરબીમોરબી મહાનગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડને વધુ સશક્ત બનાવવાનો નિર્ણય, 12 કરોડથી વધુ...

મોરબી મહાનગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડને વધુ સશક્ત બનાવવાનો નિર્ણય, 12 કરોડથી વધુ ખર્ચે 7 નવા ફાયર વાહનો ખરીદાશે

મહાનગરપાલિકા પાસે હાલ ૧૦ જેટલા વાહનો ઉપલબ્ધ: વધુ સાત વાહનો માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેર અને આસપાસના વિસ્તારોમાં આગ જેવી આપત્તિની ઘટના સમયે ઝડપી સેવા મળી રહે તે માટે ફાયર બ્રિગેડ વિભાગને વધુ સશક્ત બનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા દ્વારા અંદાજિત રૂ. 12 કરોડથી વધુના ખર્ચે કુલ 7 નવા ફાયર ફાઇટિંગ વાહનો ખરીદવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે.

હાલમાં મોરબી મહાનગરપાલિકા પાસે મિની ફાયર ટેન્ડર (2.5 KL), વોટર બાઉઝર (12 KL), ઈમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ, ટર્ન ટેબલ લેડર, પિકઅપ વિથ ફોમ ટ્રોલી (ચાલુ), ફાયર બુલેટ અને ફાયર બોટ જેવી સુવિધાઓ કાર્યરત છે, જે શહેરમાં આગ અને અન્ય આપત્તિના સમયે ઉપયોગમાં લેવામાં આવે છે.

હવે ફાયર બ્રિગેડની ક્ષમતા વધારવા માટે મનપા દ્વારા નવા વાહનો ખરીદવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં મિની ફાયર ટેન્ડર (2.5 KL), વોટર બાઉઝર (20 KL), વોટર બાઉઝર (8 KL), રેપિડ રેસ્ક્યુ વ્હીકલ, કોલેપ્સ રેસ્ક્યુ વ્હીકલ, હાઇ કેપેસિટી પંપ અને શોપ વાહનનો સમાવેશ થાય છે.

આ નવા વાહનોની ખરીદી માટે કંપનીઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે અને જાન્યુઆરી 2026થી જૂન 2026 દરમિયાન તબક્કાવાર આ તમામ વાહનો ઉપલબ્ધ થશે.

મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગનો મુખ્ય હેતુ શહેર તેમજ અંતરિયાળ વિસ્તારોમાં આગ અથવા અન્ય ઇમરજન્સી સમયે રિસ્પોન્સ ટાઈમ ઘટાડીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. કોઈપણ દુર્ઘટના સમયે મોરબી ફાયર અને ઇમરજન્સી સર્વિસના હેલ્પલાઈન નંબર 02822-230050, 101 અને 112 પર સંપર્ક કરી શકાય છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular