Homeગુજરાતમોરબીઆજથી બે દિવસ મોરબી, કચ્છ, રાજકોટમાં યલો એલર્ટ

આજથી બે દિવસ મોરબી, કચ્છ, રાજકોટમાં યલો એલર્ટ

માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો ગરમ મિજાજ

માર્ચ મહિનાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનો પારો રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દ્વારકામાં ૫, વેરાવળમાં ૮, દીવમાં ૪ અને પોરબંદરમાં ૩ ડિગ્રીનો વધારો નોંધાતા ઘણા વિસ્તારોમાં તાપમાન ૪૨ ડિગ્રીને આંબી ગયું છે. હિટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખી આગામી બે દિવસ માટે મોરબી, કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ મુજબ બુધવારે જામનગર, જુનાગઢ, સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં યલો એલર્ટ રહેશે. જ્યારે ગુરૂવારે મોરબી, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. તેમજ ૧૩ માર્ચે દરિયાકાંઠાના દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, સોમનાથ, દીવ અને ભાવનગર જિલ્લામાં ગરમ પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. રાજકોટમાં સતત ત્રીજા દિવસે ગરમીમાં વધારો થયો છે અને આજે તાપમાન ૪૨ ડિગ્રીને પાર જતા શહેર સૌથી ગરમ શહેરોમાં સામેલ બન્યું છે. બપોરના સમયે આકરા તાપના કારણે રાજમાર્ગો અને બજારો સુમસામ બની ગયા હતા. લોકો તાપથી બચવા માટે માથું, મોઢું અને હાથ ઢાંકી બહાર નીકળતા જોવા મળ્યા હતા.

સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ તાપમાન ઊંચું નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં ૪૧.૭, કેશોદમાં ૪૧.૩, દીવમાં ૪૧.૩, ભુજમાં ૪૧.૦, પોરબંદરમાં ૪૦.૯, વેરાવળમાં ૪૦.૮, મહુવામાં ૪૦.૬, અમરેલીમાં ૪૦.૩, ભાવનગર અને કંડલા એરપોર્ટમાં ૩૯.૬ તથા જુનાગઢમાં ૩૯.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગરમીના પારા સાથે લઘુતમ તાપમાનમાં પણ વધારો જોવા મળ્યો છે. દરિયાકાંઠાના વેરાવળ, ભાવનગર, સુરેન્દ્રનગર, ભુજ અને કંડલા પોર્ટમાં લઘુતમ તાપમાન ૨૩ ડિગ્રીને પાર નોંધાયું છે. ગરમી વધતા બપોરે ગરમ લૂ ફૂંકાતા લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular