મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ રોહિદાસપરા વિસ્તારમાં કચરો સળગાવવા બાબતે મહિલા સાથે આરોપીઓએ ઝઘડો કરી મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં રેલ્વે સ્ટેશન પાછળ કબીર આશ્રમ નજીક ખાડામાં રહેતા રચનાબેન નરેશભાઇ પંડ્યા (ઉ.વ.૨૬) તે જ વિસ્તારમાં રહેતા ગીતાબેન દેવજીભાઈ પરમાર, દેવજીભાઈ મુળજીભાઈ પરમાર, ડેનીશભાઈ દેવજીભાઈ પરમાર, રૂષીભાઈ દેવજીભાઈ પરમાર વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના ઘરે ઘાસ તથા કચરો સાફ કરી સળગાવતા હતા ત્યારે આરોપીઓ આવી ફરીયાદીની સાથે કચરો સળગાવતા બાબતે બોલાચાલી તથા ઝઘડો કરી ફરીયાદીને આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો આપી કચરા-પોતુ કરવાની લાકડીથી માર મારી આરોપીઓએવઢીકા પાટુનો માર મારી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.