Homeગુજરાતમોરબીમોરબીમાં બાળ મજૂરી કરાવતી સંસ્થા પર ત્રાટકી ટાસ્ક ફોર્સ: ૧૨ વર્ષના બાળકને...

મોરબીમાં બાળ મજૂરી કરાવતી સંસ્થા પર ત્રાટકી ટાસ્ક ફોર્સ: ૧૨ વર્ષના બાળકને મુક્ત કરાવી સંચાલક સામે ગુનો દાખલ

મોરબીના માધાપર-અંબિકા રોડ પર આવેલી એક સંસ્થામાં માસૂમ બાળક પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચાઇલ્ડ હેલ્પલાઇન મોરબીને મળેલી લેખિત ફરિયાદના આધારે જીલ્લા ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ, શ્રમ અધિકારી, સમાજ સુરક્ષા વિભાગ અને પોલીસ સહિતના સંયુક્ત તંત્ર દ્વારા તારીખ ૧૭/૦૭/૨૦૨૬ના રોજ સવારે ‘મોરબી નાઈફ વર્ક્સ’ નામની પેઢી પર આકસ્મિક રેડ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સંસ્થામાંથી અંદાજે ૧૨ વર્ષની નાની ઉંમરનો એક બાળ શ્રમિક હેલ્પર તરીકે જોખમી કામ કરતો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

સરકારી શ્રમ અધિકારી મિતેશકુમાર પરસોતમભાઈ જોશી દ્વારા નોંધાવવામાં આવેલી સત્તાવાર ફરિયાદ અનુસાર, રેડ દરમિયાન મુક્ત કરાયેલા બાળકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ બાવાજી અમન ટપુભાઈ હોવાનું જણાવ્યું હતું. આ માસૂમ બાળકને કાળજી અને રક્ષણની જરૂરિયાત હોવાથી તેને તુરંત મુક્ત કરાવી આગળની કાનૂની કાર્યવાહી માટે સુપ્રત કરવામાં આવ્યો છે. નિયમ વિરુદ્ધ ૧૪ વર્ષથી ઓછી વયના બાળક પાસે મજૂરી કરાવવા બદલ પેઢીના ભાગીદાર રઘુવીરસિંહ નવિનચંદ્ર (ઉં.વ. ૪૪) સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાળ અને તરૂણ કામદાર (પ્રતિબંધ અને નિયમન) એક્ટની કલમ ૩ અને ૧૪ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular