Homeગુજરાતમોરબીમોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પુત્ર પર લોખંડની...

મોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પુત્ર પર લોખંડની પાઇપ અને છરી વડે હુમલો

મોરબીના વાવડી રોડ પર આવેલી મીરા પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સામનો કરવા જતાં એક નિવૃત્ત પોલીસ અધિકારી અને તેમના પરિવાર પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે

 મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ મીરા પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત ASI મહેન્દ્રસિંહ નાથુભા ઝાલાએ ત્યાં જ રહેતા આરોપી રૂત્વિક ધિરૂભાઈ બાવાજી, સુલતાન સિહં, મહેન્દ્રસિંહ રાણ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના દીકરા પોતાની શેરીના ચોકમા આરોપીઓને જુગાર તથા દારૂની ગેરકાયદેસર પ્રવૃતી કરવાની ના પડતા આરોપીઓ એકદમ ઉશકેરાઈ જઈ ફરીયાદિના દીકરાને લોખંડના પાઈપ વડે મારા મારવા જાતા ફરીયાદી વચ્ચે છોડાવવા જતા ફરીયાદીને ડાબા હાથે લોખંડના પાઇપ નો એક ઘા મારી તથા ફરીયાદિ તથા સાથી કુલદીપસિંહ ને ઢીકા પટુ નો મુઢમાર મારી તેમજ ફરીયાદીન તથા સાથીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular