Homeગુજરાતમોરબીમોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા શિક્ષકે પિતાની સ્મૃતિમાં 13 વખત વિદ્યાર્થીઓ માટે...

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા શિક્ષકે પિતાની સ્મૃતિમાં 13 વખત વિદ્યાર્થીઓ માટે ભોજન કે શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી

મોરબી; પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં અભ્યાસ કરતી તમામ 414 જેટલી દિકરીઓને શિક્ષકો દ્વારા સગી દિકરી જેટલો જ સ્નેહ આપવામાં આવે છે, વિદ્યાર્થીઓની લાગણી અને માંગણીઓને ધ્યાનમાં રાખી બાળાઓ સાથે વર્તન વ્યવહાર કરવામાં આવે છે, બાળાઓની વિવિધ જરૂરિયાતો પુરી પાડવામાં આવે છે એ અન્વયે આ શાળામાં ફરજ બજાવતા પૂર્વ સીઆરસી કો.ઓર્ડિનેટર શિક્ષક ઉપ આચાર્ય એવા અરવિંદભાઈ કૈલાના પૂજ્ય પિતા અંબારામભાઈ કૈલાનું દુઃખદ અવસાન થવાથી અરવિંદભાઈએ પોતાના બહેન-બનેવી પુત્ર-પુત્રવધુ, દિકરી-જમાઈ વગેરેના સહયોગથી શાળાની 414 બાળાઓ માટે દર મહિનાની માસિક પુણ્યતિથિ નિમિત્તે 13 તેર વખત ભોજન પ્રસાદ કે શૈક્ષણિક વસ્તુ અર્પણ કરવાનો સંકલ્પ કરેલ છે, એ મુજબ અત્યાર સુધીમાં છ વખત ભોજન અર્પણ કરેલ છે અને આજ રોજ તમામ બાળાઓ ચિત્ર દોરી શકે એ માટે ચિત્રપોથી અર્પણ કરી વધુ એક પ્રેરણાદાયી કાર્ય કરતા સમગ્ર શાળા પરિવારે અરવિંદભાઈ કૈલાનો આભાર પ્રકટ કર્યો હતો.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular