Homeગુજરાતમોરબીટંકારા ખાતે પી.જી.વી.સી.એલ. ના 1.94 લાખના એલ્યુમીનીયમ વાયર ચોરાયા

ટંકારા ખાતે પી.જી.વી.સી.એલ. ના 1.94 લાખના એલ્યુમીનીયમ વાયર ચોરાયા

ટંકારા તાલુકામાં વીજચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. Paschim Gujarat Vij Company Limited (પી.જી.વી.સી.એલ.) વિભાગની માલિકીના અરણેશ્વર ફીડર હેઠળના વીજલાઇનમાંથી એલ્યુમીનીયમના વાયરોની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ પી.જી. વિ.સી.એલ વિભાગ નોકરી કરતા અને મોરબીના રવાપર રોડ પર આવેલ ૬૦૧ શિલીગ્રામ એપાર્ટમેન્ટ રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ દિનેશભાઈ ભુવા (ઉ.વ.૪૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતે નાયબ ઈજનેર હોય અને પી.જી.વી.સી.એલ. વિભાગની માલીકીની ટંકારા તાલુકાના અરણેશ્વર ફીડરના ૧૫ ગાળાના ૧૦૦ sqmm વીજવાયરના ૧૬ પોલ પરના એલ્યુમીનીયમના વાયરો કુલ આશરે લંબાઈ ૧૮૦૦ મીટર જે એક મીટરની કી.રૂ. આશરે ૧૦૮ ગણી કુલ કિ.રૂ.-૧,૯૪,૪૦૦/- વાળો એલ્યુમીનીયમ વાયરની તા.૨૭/૦૨/૨૦૨૬ ના ક.૧૦/૦૦ વાગ્યાની પહેલા કૉઈ પણ સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular