Homeગુજરાતમોરબીમોરબી ખાતે રવિવારે 91મો વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપાંના કેમ્પનું આયોજન

મોરબી ખાતે રવિવારે 91મો વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપાંના કેમ્પનું આયોજન

છેલ્લા આઠ વર્ષથી દર મહિને પુષ્યનક્ષત્ર પર મોરબીમાં સવા લાખથી વધુ બાળકોને ટીપા પીવડાવ્યા બાદ આ વખતે પણ પુષ્યનક્ષત્ર પર આયુ જીવન આયુર્વેદ દ્વારા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે *1-3-26 રવિવારે* 91મોં વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાશે. આ કેમ્પની વિશેષતા એ છે કે અહીંયા વિશાળ જગ્યા છે, સમગ્ર ગુજરાતમાં એક જ સ્થળે સૌથી વધુ બાળકોને ફ્રીમાં ટીપા પીવડાવવાનો રેકોર્ડ આ કેમ્પના નામે છે. દરેક કેમ્પમાં હજારો બાળકો લાભ લે છે. બાળકોની સાથે સાથે પ્રેગ્નેન્ટ બહેનો પણ વિના મૂલ્યે આ અમૂલ્ય ટીપા પીવડાવવામાં આવે છે. સાથે સાથે અન્ય આયુર્વેદિક પ્રોડક્ટ્સ પણ મળી રહે છે.

આ કેમ્પનું સ્થળ અને સમય આ પ્રમાણે રહેશે.

શ્રીસોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી, સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરી, તથા પુજારા મોબાઈલ વાળી શેરી, શનાળા રોડ, મોરબી

સમય : સવારે 10 થી 01

આ કેમ્પમાં જન્મ થી 12 વર્ષ સુધીના તમામ બાળકોને તથા પ્રેગ્નન્ટ લેડીઝને આ ટીપા વિનામૂલ્યે પીવડાવવામાં આવશે.

જે લોકો પહેલી વખત આ કેમ્પમાં આવે તેમને ત્યાં સ્થળ પર જ સ્વયંસેવકોને કહેવું કે તે તેમના ગ્રુપમાં જોઈન્ટ કરી દે જેથી દર મહિનાની તારીખ તથા સ્થળ તમને મળતા રહે.

સુવર્ણપ્રાશનના ફાયદા જોઈએ તો બાળકોને આ આયુર્વેદિક ટીપા આપવાથી બાળકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જે કોઈપણ રોગ સામે રક્ષણ આપે છે. જેથી કોઈપણ રોગ ઝડપથી આવતા નથી.

બાળકોના પાચનતંત્ર મા સુધારો કરે છે. બાળકોની યાદશક્તિ માં વધારો કરે છે. બાળકનો ગુસ્સો તથા ચીડચીડીયા પણું ઓછું થાય છે. સીઝન બદલતા તાવ, શરદી,ઉધરસ, વાયરલ ઇન્ફેક્શનથી બચાવ કરે છે. બાળકના શારિરીક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે. બાળકનો વાન ઉજળો કરવામાં મદદ કરે છે. બાળકને તેજસ્વી તથા ચપળ બનાવે છે. બાળકને નાનપણથી જ એન્ટિબાયોટિક દવાઓથી દૂર રાખે છે.

આની ખાસ વાત તો એ છે કે આ ટીપા આયુર્વેદિક હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી.

વધું વિગત માટે સંપર્ક કરો.

રાજ પરમાર (આયુ જીવન આયુર્વેદ)

મો 97226 66442

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular