Homeગુજરાતમોરબીવાંકાનેરમાં ત્રાંસી આંખ માટે શનીવારે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાશે 

વાંકાનેરમાં ત્રાંસી આંખ માટે શનીવારે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાશે 

વાંકાનેર શહેરમાં ત્રાંસી આંખ (સ્ક્વિન્ટ)ની સમસ્યાથી પીડિત દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 28/02/2026, શનિવારના રોજ યોજાનાર આ કેમ્પમાં વડોદરાથી નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દર્દીઓની તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે.

કેમ્પ દરમિયાન વડોદરાથી પધારનાર જાણીતા આંખના તબીબ ડૉ. જીતેન્દ્ર જેઠાણીની ટીમ દ્વારા વિશેષ સેવાઓ આપવામાં આવશે, જેથી દર્દીઓને ઉત્તમ સારવાર માટે યોગ્ય માર્ગદર્શન મળી રહેશે. કોઈપણ ઉંમરના દર્દી ત્રાંસી આંખની સમસ્યા માટે કેમ્પમાં તપાસ કરાવી શકશે.

કેસ નોંધણી સમય

સવારે 9:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી સ્થળ પર હાજર રહીને જ કેસ કાઢવાનો રહેશે.

ખાસ સૂચનાઓ

દર્દી સાથે વધુમાં વધુ 2 વ્યક્તિ જ આવી શકશે.

કેસ નોંધણી રૂબરૂ હાજરીમાં જ કરવામાં આવશે.

તમામ ઉંમરના દર્દીઓ કેમ્પનો લાભ લઈ શકશે.

કેમ્પનું સ્થળ

દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત

એન આર દોશી આંખની હોસ્પિટલ

નવા બસ સ્ટેશન પાસે, વિદ્યાભારતી સ્કૂલ સામે, રાજકોટ રોડ, વાંકાનેર (જી. મોરબી).

વધુ માહિતી માટે સંપર્ક: 94089 39982

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular