મોરબી જિલ્લામાં કલેક્ટર કચેરીમાં તંત્રની ગેરવ્યવસ્થા અને સામાન્ય નાગરિકોને થતી અસુવિધા અંગે અન્ન અને નાગરિક પુરવઠાના પૂર્વ સલાહકાર પી.પી. જોશીએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી કચેરીના કામકાજ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવી યોગ્ય કરવા રજૂઆત કરી છે.
રજૂઆત જણાવ્યું છે કે મોરબીમાં કલેકટર તરીકે કે.બી.ઝવેરી હાજર થયાબાદ આ જીલ્લાનું કલેકટર કચેરીનું તંત્ર સાવ ખાડે ગયેલ છે સ્ટાફ ઉપર કોઈ જાતનો કંન્ટ્રોલ નથી આ બાબતની રજુઆત કરવા જાવતો કલેકટર કહે છે કે આ બધુ ચાલ્યા કરે અરજદારને સોમવાર અને મંગળવાર મળવાનો દીવસ છે તે દીવસે સાહેબ મીંટીગમા છે. સાહેબ વીસીમાં આવા જવાબો મળે છે.
મોરબી જીલ્લા સાથે વાંકાનેર, હળવદ, માળીયા, ટંકારા અને મોરબીનો સમાવેશ કરેલ છે. અરજદારો દુરથી ભાડા ખર્ચેને આવે છે અને ધકકા થાય છે અને આ જીલ્લાની પ્રજાનું કોઈ સાંભળતુ નથી જેથી પ્રજા ત્રાહીમામ પોકારી ગયેલ છે જેથી આગામી સતાવીસની ચુંટણીમાં ભાજપને અસર કરે તેવો સંભવ છે અને સરકાર બદનામ થાય છે સરકાર ઉપરથી સુચનાઓ આપે છે પણ તેનો અમલ થતો નથી અને અધીકારી પોતાની મનમાની ચલાવે છે આ અરજદારનો અનુભવ છે અને સીધો આક્ષેપ છે કલેક્ટર ઓફીસમા પ્રવેશ માટે ફકત એકજ દરવાજો ખુલો રાખેલ છે અન્ય ત્રણ દરવાજા પોતાના મનસ્વી રીતે બંધ કરેલ છે જે તદન ગેરવ્યાજબી છે જેથી અરજદારોની ટ્રાફીક વ્યવસ્થા જળવાતી નથી પાંચ તાલુકા માંથી બનેલ જીલ્લો છતા અરજદારને ન્યાય મળતો નથી.
અગાઉ રાજકોટ જીલ્લો હતો ત્યારે અરજદારના કામ સરળતાથી થઈ શકતા કલેકટર ઓફીસ ત્રણવર્ષથી ઉપરના કર્મચારીની બદલી પણ કરતા નથી તે ધણીજ મહત્વની જગ્યાએ પાંચ વર્ષથી કર્મચારી ફરજ બજાવે છે જેની પણ બદલી કરવામાં આવતી નથી કલેકટર ઝવેરી ભષ્ટાચારી નથી નોનકરપટેડ અધિકારી છે પરંતુ કર્મચારી કલેકટરને ગેરમાર્ગ દોરે છે. અને વ્યવસ્થા બગડે છે કલેકટર ઝવેરી જી.એસ.ટી.ના અનુભવી જોઈ અમુક બાબતે તેમને ખ્યાલ હોતો નથી જેનો કર્મચારી ગેર ફાયદો ઉઠાવે છે અને પ્રજા હેરાન થાય છે તો આ બાબતે વહેલી તકે યોગ્ય કરવા રજૂઆત કરી છે.