Homeગુજરાતમોરબીમોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2027 જાહેર

મોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2027 જાહેર

આગામી ૧૨ નવેમ્બરે થશે મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર જે રાજ્યોમાં SIRની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેવા રાજ્યોમાં તા. ૦૧/૦૧/૨૦૨૭ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ જાહેર કરવામાં આવ્યો છે. આ વિશેષ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય એક પણ પાત્ર નાગરિક નોંધણીથી વંચિત ન રહે અને કોઈ બિનપાત્ર વ્યક્તિનું નામ ન જોડાય તે સુનિશ્ચિત કરવાનો છે.

આ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાના ૬૫-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગમાં આગામી તા. ૧૨/૧૧/૨૦૨૬ ના રોજ મુસદ્દા મતદાર યાદીની સત્તાવાર પ્રસિદ્ધિ કરવામાં આવશે. આ પ્રસિદ્ધિ સાથે જ તા. ૧૨/૧૧/૨૦૨૬ થી ૧૧/૧૨/૨૦૨૬ દરમિયાન નાગરિકો અને રાજકીય પક્ષો પોતાના દાવા અને વાંધા રજૂ કરી શકશે. પ્રાપ્ત થયેલા તમામ દાવા-વાંધાઓનો આખરી નિકાલ તા. ૨૮/૧૨/૨૦૨૬ સુધીમાં કરી દેવામાં આવશે અને ત્યારબાદ તા. ૦૪/૦૧/૨૦૨૭ ના રોજ આખરી મતદાર યાદી જાહેર કરાશે.

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૦ અને મતદાર નોંધણી નિયમો-૧૯૬૦ ઉપરાંત ભારતના બંધારણની કલમ-૩૨૬ માં થયેલ જોગવાઈઓને આધીન રહી મતદારયાદી સુધારણા અંતર્ગત બિન-નોંધાયેલા પાત્ર નાગરિકો તેમજ તા. ૦૧/૦૧/૨૦૨૭ અને આગામી ત્રણ પાત્રતા તારીખો (૧લી એપ્રિલ, ૧લી જુલાઈ, ૧લી ઓક્ટોબર, ૨૦૨૭) ના રોજ પાત્ર બનનાર સંભવિત મતદારો મામલતદાર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી અથવા પોતાના બૂથ લેવલ ઓફિસર (BLO) નો સંપર્ક કરી અરજી તથા હક્ક દાવા રજૂ કરી શકશે.

નાગરિકોને પોતાની યાદીની વિગતો BLO પાસે ચકાસી લેવા અપીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, આગામી તા. ૦૧/૧૧/૨૦૨૬ ના રોજ HTAT (Special Competitive Examination) હોવાથી તે દિવસનું સ્પેશિયલ કેમ્પેઈન રદ્દ કરવામાં આવ્યું છે, તેમ મોરબી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular