Homeગુજરાતમોરબી11માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે મોરબીની આયુર્વેદ શાખા દ્વારા વિશેષ આયુષ...

11માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે મોરબીની આયુર્વેદ શાખા દ્વારા વિશેષ આયુષ કેમ્પ યોજાયો

મોરબી જિલ્લામાં ૧૧માં રાષ્ટ્રીય ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા નિરામય મોરબીના ઉદ્દેશ સાથે વિવિધ આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર કેમ્પ યોજવામાં આવ્યા હતાં.

આ સારવાર કેમ્પ અન્વયે ૨૧, સપ્ટેમ્બર,૨૦૨૬ ના રોજ હળવદ તાલુકાના ઘનશ્યામપુર અને માળીયા તાલુકાના ખાખરેચી તથા ૨૩, સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ મોરબી તાલુકાનાં ખાનપર ખાતે લોકોની આરોગ્ય સુખાકારી માટે વિશેષ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેનો ૫૪૩ લોકોએ લાભ લીધો હતો.

ઉપરાંત ૫૯૬ લોકોએ શિબિર, ૭૩૯ લોકોએ ચાર્ટ, બેનર પ્રદર્શન તથા ૩૬૯ જેટલા લોકોએ યોગ શિબિરનો લાભ લીધો હતો.

આ કેમ્પમાં લોકોને આયુર્વેદની સાથે આરોગ્યની જાળવણી માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તથા પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular