મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે લાતી પ્લોટ શેરી નંબર-૨ માંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક પ્લેઝર મોપેડ ચાલકને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. પોલીસે મોપેડની ડેકી તપાસતા તેમાંથી કાળા રંગના ઝબલામાથી સીલબંધ ૨૩ બોટલો મળી આવી હતી.
પકડાયેલ શખ્સની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ કાર્તિકભાઈ મોહનભાઈ કણજરીયા (રહે. માધાપર શેરી નં-૨, મોરબી) હોવાનું જણાવ્યું હતું અને આ દારૂનો જથ્થો વેચાણ કરવા માટે ઈકબાલ ઉર્ફે ઈક્કો કટીયા (રહે. જૂના બસ સ્ટેશન પાસે, મોરબી) પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે પાસ-પરમિટ વગરનો રૂ. ૨,૮૩૫ ની કિંમતનો દારૂનો જથ્થો અને રૂ. ૨૫,૦૦૦ ની કિંમતનું પ્લેઝર મોપેડ (નં. GJ-36-Q-3476) મળી કુલ રૂ. ૨૮,૭૩૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે મુખ્ય આરોપી કાર્તિક કણજરીયાની અટકાયત કરી છે અને દારૂ સપ્લાય કરનાર ઈકબાલ ઉર્ફે ઈક્કો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.