Homeગુજરાતમોરબીવોર્ડ નં-10ના વિકાસકામો, વેસ્ટ ઝોન કચેરી અને શકત શનાળા ખાતે નિર્માણ પામનાર...

વોર્ડ નં-10ના વિકાસકામો, વેસ્ટ ઝોન કચેરી અને શકત શનાળા ખાતે નિર્માણ પામનાર ફાયર સ્ટેશનની મેયર દ્વારા સમીક્ષા

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવા તેમજ નાગરિકોને સુવિધાસભર માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી વિવિધ વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી દ્વારા વોર્ડ નં. ૧૦માં ચાલી રહેલાં વિવિધ વિકાસકામો, વેસ્ટ ઝોન કચેરીની કામગીરી તેમજ વેસ્ટ ઝોનમાં શકત શનાળા ખાતે નિર્માણ પામનાર ફાયર સ્ટેશનની સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી હતી.

મેયર ઉત્તમભાઈ સુરાણી દ્વારા વોર્ડ નં. ૧૦માં ચાલી રહેલાં વિવિધ વિકાસકામોની પ્રગતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ થાય, કામગીરીની ગુણવત્તા જળવાઈ રહે અને નાગરિકોને તેનો યોગ્ય લાભ મળે તે અંગે સમીક્ષા કરવામાં આવી હતી. શહેરના નાગરિકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને સ્થાનિક વિસ્તારના વિકાસને વધુ ગતિ મળે તે માટે સંબંધિત કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વેસ્ટ ઝોન કચેરી તેમજ વેસ્ટ ઝોન ફાયર સ્ટેશનની મુલાકાત લઈ કચેરીની કામગીરી અને વહીવટી વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. વેસ્ટ ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં નાગરિકોને મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ અસરકારક રીતે મળી રહે, નાગરિકોની રજૂઆતોનો સમયસર નિકાલ થાય તેમજ વિવિધ વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહે તે બાબતોના મહત્ત્વ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઝોન કક્ષાએ વહીવટી કામગીરી વધુ સુવ્યવસ્થિત અને નાગરિકલક્ષી બને તે દિશામાં સમીક્ષા કરવામાં આવી હતી.

વેસ્ટ ઝોનમાં શકત શનાળા ખાતે નિર્માણ પામનાર ફાયર સ્ટેશનની સ્થળ મુલાકાત લઈ તેની કામગીરી અને આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી. શહેરના વિસ્તરણ અને વધતી જતી શહેરી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં સમયસર બચાવ અને રાહત કામગીરી હાથ ધરી શકાય તે માટે ફાયર સ્ટેશન જેવી સુવિધાઓનું વિશેષ મહત્ત્વ છે. શકત શનાળા ખાતે નિર્માણ પામનાર ફાયર સ્ટેશનથી વેસ્ટ ઝોન તથા આસપાસના વિસ્તારોમાં આગ અને અન્ય કટોકટીની પરિસ્થિતિ દરમિયાન ફાયર તથા ઇમરજન્સી સેવાઓ વધુ સુલભ બનાવવામાં મદદરૂપ થવાની અપેક્ષા છે.

આ પ્રસંગે ફાયર સમિતિના ચેરમેન મહેન્દ્રભાઈ સવસાણી, બાંધકામ સમિતિના ચેરમેન રવિભાઈ સનાવડા, સ્થાનિક કોર્પોરેટર ગણેશભાઈ ડાભી તથા તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular