મોરબીના હરિપર ગામે મકાન ભાડાની બાકી રકમને લઈને એક હિંસક ઘટના સામે આવી છે. ભાડા બાબતે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા મકાનમાલિકે લાકડાના ધોકા વડે પરિવાર પર હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના હરિપર (કે) ગામે રહેતા રેખાબેન સુરેશભાઈ પાંચીયા (ઉ.વ.૬૦) એ તેમના જ ગામના આરોપી અમીતભાઇ પટેલ અને દિપેશ પટેલ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી અમીતભાઈએ મકાનનું ભાડુ માંગવા બાબતે સાથી કીરણબેનને ગાળો આપી જેમ ફાવે તેમ ભુંડા બોલી બોલાચાલી કરતા ફરીયાદી તથા સાથી કીરણબેન તથા લક્ષ્મણભાઈ તથા મેહુલભાઇ આરોપી અમીતભાઇને સમજાવવા જતા આરોપી અમિતભાઈએ ગાળો બોલી તેના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે સાથી લક્ષ્મણભાઈને હાથમાં મુંઢ માર મારેલ તથા ફરીયાદી છોડાવવા વચ્ચે પડતા આરોપી અમીતભાઇએ ધક્કો મારતા નીચે પડી જતા માથાના ભાગે ઇજા થયેલ અને આરોપી દીપેશએ ફરીયાદી તથા સાછીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.