વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી લોહાણા સમાજના મહિલા અગ્રણી સ્વ.માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડ નું તાજેતરમાં દુઃખદ અવસાન થતા સદ્ગત ના દિવ્ય તેમજ પવિત્ર અત્મા નાં શાંતિ અર્થે જીતેન્દ્ર ભાઈ કક્કડ (R.K.), અર્જુનભાઈ કક્કડ, લખનભાઈ કક્કડ સહીતના પરિવારજનો દ્વારા સદાવ્રત માં ૧૩ દીવસ સુધી મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.