Homeગુજરાતમોરબીમોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી પોલીસે નજરબાગ રેલવે સ્ટેશન ફાટક નજીકથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા યુવક પાસેથી બીયરનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે રૂ. ૩,૦૦૦ની કિંમતના ૨૪ બીયર ટીન સાથે આરોપીની અટકાયત કરી મુખ્ય સપ્લાયર સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ જૂના રફાળીયા રોડ પર આવેલા નજરબાગ રેલવે સ્ટેશન નજીક ફાટક પાસે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન રોડ સાઈડમાં એક ઈસમ પોતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીમાં કઈંક છુપાવતો હોય તેવી શંકાસ્પદ હાલતમાં નજરે પડ્યો હતો. પોલીસે તેને રોકીને તલાશી લેતા તેની પાસેથી બીયર’ ના ૨૪ સીલબંધ ટીન મળી આવ્યા હતા. પોલીસે રૂ. ૩,૦૦૦ની મત્તાનો બીયરનો જથ્થો જપ્ત કરી, આરોપી રાહુલભાઈ શંકરભાઈ ધોળકિયા (ઉં.વ. ૧૯) રહે. ભડીયાદ કાંટા પાસે, મોરબી-૨વાળા ની સ્થળ પર જ અટકાયત કરી હતી. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, આ જથ્થો તેણે અનીશભાઈ સલીમભાઈ પંજવાણી રહે. સો-ઓરડી, જારીયા પાનવાળી શેરી, મોરબીવાળા પાસેથી મેળવ્યો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, ફરાર સપ્લાયર અનીશ પંજવાણીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular