Homeગુજરાતમોરબીવિરપરડા પાટિયા નજીક કાળભૈરવ મંદિરે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું...

વિરપરડા પાટિયા નજીક કાળભૈરવ મંદિરે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

શ્રી રાજપૂત સમાજ દ્વારા વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ કચ્છ આશાપુરા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પનો શુભારંભ આગામી તારીખ ૦૩/૧૦/૨૦૨૬, શનિવારના રોજ થશે.

વિરપરડા પાટિયે આવેલા કાળભૈરવ દાદાના મંદિર ખાતે આ કેમ્પ કાર્યરત રહેશે. પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે અહીં ૨૪ કલાક રહેવા, જમવા, ચા-નાસ્તો, ઠંડા પાણી તેમજ તાત્કાલિક મેડિકલ સારવાર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

શ્રી કાળભૈરવ મંદિર ગ્રુપ અને વિરપરડા મોડપર રાજપૂત સમાજ દ્વારા સર્વે પદયાત્રીઓ અને ભાવિક ભક્તોને આ સેવાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular