Homeગુજરાતમોરબીમાળીયાના સુલતાનપુર ગામે જુની અદાવતમાં યુવકો પર લાકડાના ધોકાથી જીવલેણ હુમલો

માળીયાના સુલતાનપુર ગામે જુની અદાવતમાં યુવકો પર લાકડાના ધોકાથી જીવલેણ હુમલો

માળીયા મિયાણા તાલુકાના સુલતાનપુર ગામમાં જૂની બોલાચાલીની અદાવતનોખાર રાખીને ચાર ભાઈઓએ એકસંપ થઈ બે યુવાનો પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાની માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી માળિયા તાલુકાના સુલતાનપુર ગામે રહેતા સુનિલભાઈ લાભુભાઈ દેગામા (ઉ.વ.૨૫) એ તેમના જ ગામના આરોપી અક્ષયભાઈ અમરશીભાઈ સીતાપરા, મહીપતભાઇ અમરશીભાઈ સીતાપરા, રાહુલભાઈ અમરશીભાઈ સીતાપરા, અજયભાઇ અમરશીભાઇ સીતાપરા વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી અક્ષયભાઈ સાથે અગાઉ ઝઘડો થયેલ જેથી ફરીયાદી સામે ઇશારા કરતો હોય તે બાબતે સમજાવતા તેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી તથા સાથી વિક્રમ બન્ને ઘર તરફ જતા હતા ત્યારે ચારેય આરોપી ભેગા મળી લાકડાના ધોકા વતી ફરીયાદીને માથાના ભાગે તથા બરડાના ભાગે તથા ડાબા હાથના ભાગે મુંઢ ઇજા તથા સાથી વિક્રમ છોડાવવા વરચે પડતા આરોપીઓએ બન્ને પગે તથા જમણા હાથે લાકડાના ધોકા વતી મુંઢ માર મારી આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular