મોરબીના પીપળીયા સબ ડિવિઝન હેઠળ આવતા વાંકાનેર/મોરબી પંથકના સુલતાનપુરથી ચીખલી ગામ વચ્ચે તસ્કરોએ PGVCLની વીજ લાઇનને નિશાન બનાવી છે. ૧૧ કેવી માણાસા એજી વીજ ફીડરના થાંભલા નંબર ૮૩૨ થી ૮૪૮ વચ્ચેથી અજાણ્યા ચોરો આશરે ૧૫૬૦ મીટર (૧૩ ગાળા) જેટલો એલ્યુમિનિયમ વાયર, જેની કિંમત રૂ.૪૭,૦૦૦/- ગણાય છે, તે કાપીને ચોરી ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લુટાવદર ગામે રહેતા અને નોકરી કરતા PGVCLના નાયબ ઇજનેર હાર્દિકભાઈ વિજયકરે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઈસમે પી.જી.વી.સી.એલ. પીપળીયા સબ ડીવીઝનલના તાબા હેઠળ આવેલ સુલતાનપુર ગામથી ચીખલી ગામ જતા આશરે ૨૦૦ મીટર પહેલા પી.જી.વી.સી.એલ.ની વીજ લાઈન ૧૧ કેવી માણાબા એજી વી જ ફીડરના પોલ નં.૮૩૨ થી ૮૪૮ સુધીમાં એલ્યુમીનીયમમો ૩૪ એમ.એમ. સ્કેર વાયર ટોટલ ૧૩ ગાળાનો આશરે ૧૫૬૦ મીટર જેટલો જેની કિંમત રૂપિયા ૪૭૦૦૭/-ની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.