Homeગુજરાતમોરબીટંકારાના ડેમી-૨ ડેમના દરવાજા ખોલાશે: નીચાણવાળા વિસ્તારો અને કાંઠાના ગામોને સાવચેત રહેવા...

ટંકારાના ડેમી-૨ ડેમના દરવાજા ખોલાશે: નીચાણવાળા વિસ્તારો અને કાંઠાના ગામોને સાવચેત રહેવા એલર્ટ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં નસીતપર ગામ પાસે આવેલા ડેમી-૨ સિંચાઈ યોજના (દરવાજાવાળો ડેમ)માંથી પાણી છોડવા અંગેની મહત્વની ચેતવણી આપતો સંદેશો જાહેર કરવામાં આવ્યો છે. ડેમી-૨ સિંચાઈ યોજનાના દરવાજા (રેડીયલ ગેટ) ખોલીને હેઠવાસમાં આવેલા ચેકડેમો ભરવા માટે કુલ ૮૦ એમ.સી.એફ.ટી. પાણી છોડવાની દરખાસ્તને ગુજરાત સરકારના નર્મદા અને જળસંપત્તિ વિભાગ તરફથી મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી મુજબ, તારીખ ૨૮/૦૯/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ડેમના ૩ ગેટ ૨ ફુટ સુધી ખોલીને ૪૦૨૦ ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ નદીમાં છોડવામાં આવશે.

ડેમમાંથી પાણી છોડાવાનું હોવાથી નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ કાંઠાના વિસ્તારોમાં સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. આ એલર્ટના પગલે ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર; મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી, ધૂળકોટ, આમરણ, ડાયમંડનગર બેલા; તેમજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનુ ગામ જેવા નીચાણવાસના ગામોના લોકોને ખાસ એલર્ટ રહેવા અને નદીના પટથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular