Homeગુજરાતમોરબીગુજરાતમાં ફરી મેઘરાજાની એન્ટ્રીની આગાહી, 30 સપ્ટેમ્બરથી વરસાદી માહોલ

ગુજરાતમાં ફરી મેઘરાજાની એન્ટ્રીની આગાહી, 30 સપ્ટેમ્બરથી વરસાદી માહોલ

ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા, ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વધુ અસર થવાની સંભાવના

ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે ફરી વરસાદી માહોલ સર્જાવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 30 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

આ સમયગાળા દરમિયાન ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી શકે છે. જેના પગલે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે, ખાસ કરીને તૈયાર પાકને નુકસાન થવાની શક્યતા અંગે સાવચેતી જરૂરી બની છે.

આ ઉપરાંત આગામી 16 ઓક્ટોબરની આસપાસ પણ રાજ્યના હવામાનમાં ફરી પલટો આવવાની આગાહી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular