Homeગુજરાતમોરબીવિકસિત ભારત 2047’ વક્તૃત્વ સ્પર્ધામાં બોરિયાપાટી શાળાની કાવ્યાએ તાલુકામાં મેળવ્યો પ્રથમ ક્રમ

વિકસિત ભારત 2047’ વક્તૃત્વ સ્પર્ધામાં બોરિયાપાટી શાળાની કાવ્યાએ તાલુકામાં મેળવ્યો પ્રથમ ક્રમ

વિકસિત ભારત 2047’ અંતર્ગત આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં બોરિયાપાટી પ્રાથમિક શાળાની ધોરણ-8ની વિદ્યાર્થીની કાવ્યા અવિનાશભાઈ પૈજાએ ઉત્કૃષ્ટ વક્તૃત્વ કૌશલ્યનું પ્રદર્શન કરી તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.

સ્પર્ધામાં કાવ્યાએ ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પ અને દેશના ઉજ્જવળ ભવિષ્યને કેન્દ્રમાં રાખીને આત્મવિશ્વાસપૂર્વક પોતાના વિચારો રજૂ કર્યા હતા. વિષયની સમજ, અસરકારક રજૂઆત, સ્પષ્ટ વાણી, આત્મવિશ્વાસ અને વક્તૃત્વની શૈલીથી કાવ્યાએ નિર્ણાયકોનું ધ્યાન ખેંચ્યું હતું. પરિણામે તાલુકા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો.

કાવ્યાની આ સિદ્ધિ બદલ બોરિયાપાટી પ્રાથમિક શાળા પરિવાર, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. નાની ઉંમરે અભ્યાસની સાથે વક્તૃત્વ ક્ષેત્રે પણ કાવ્યાએ મેળવેલી આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.

શાળાના શિક્ષકો દ્વારા કાવ્યાને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જેના પરિણામે તેણે તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન મેળવ્યું છે. કાવ્યાની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા તેને હાર્દિક અભિનંદન તથા ભવિષ્યમાં વધુ ને વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

બોરિયાપાટી પ્રાથમિક શાળાની આ દીકરીએ તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી માત્ર પોતાની જ નહીં પરંતુ સમગ્ર શાળા અને ગામનું નામ ગૌરવભેર રોશન કર્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular