Homeગુજરાતમોરબીમાળિયા ; બનેવીના ડેલા પર બેસવા બાબતે યુવક પર લોખંડના પાઇપ વડે...

માળિયા ; બનેવીના ડેલા પર બેસવા બાબતે યુવક પર લોખંડના પાઇપ વડે હુમલો

માળિયા મીયાણા; કંડલા- મોરબી હાઇવે પર પંચવટી ગામના પાટીયા પાસે આવેલા બનેવીના ભંગારના ડેલા પર બેસવા જેવી બાબતે યુવકને ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી તેમજ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા અને મજુરી કામ કરતા સમીરભાઈ અબ્બાસભાઈ મોવર (ઉ.વ.૨૩) એ આરોપી અકબર સુલતાનભાઈ કટીયા રહે. ખીરઈ ગામ તા. માળિયા મીયાણાવાળા વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના બનેવીના ભંગરના ડેલે બેસવા જતાં હોય જે આરોપીને ગમતું ના હોય જેથી આરોપીએ ફરીયાદીને સાથે બોલાચાલી કરી ગાળો ગાળી તથા જપા જપી કરી ફરીયાદીને શરીરે ઢીકા પાટુનો માર મારી મુંઢ ઈજા કરી લોખંડના પાઈપ વડે ફરીયાદીના જમણા પગના ભાગે માર મારી ફેકચર કરી તથા માથાના પાછડના ભાગે મારી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular