મોરબીના સામાકાંઠે આવેલ નિર્મલ જ્યોત પેટ્રોલપંપ પાસે નેશનલ હાઇવે રોડ પર અલ્ટો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમ ૨૬૨ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલ નિર્મલ જ્યોત પેટ્રોલપંપ પાસે નેશનલ હાઇવે રોડ પર શંકાસ્પદ જણાતા આરોપીના કબ્જા ભોગવટા વાળી અલ્ટો કાર રજીસ્ટર નંબર જીજે-૧૩-એન.એન-૦૩૪૬ વાળીમાથી વિદેશી દારૂની બોટલ નંગ -૨૬૨ કિંમત રૂપિયા ૪૭,૧૧૮ તથા અલ્ટો કાર કિંમત રૂપિયા ૨,૫૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૨,૯૭, ૧૧૮ ના મુદ્દામાલ સાથે આરોપી બળદેવભાઈ ઉર્ફે બાલો નાગરભાઈ સાકરીયા રહે. ગામ લાલપર તા. મોરબીવાળા ને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.