Homeગુજરાતમોરબીમોરબીમાં ટ્રકનું ટાયર ફરી વળતા યુવકનું દર્દનાક મોત: ફેક્ટરી પરિસરમાં સર્જાયો ગમખ્વાર...

મોરબીમાં ટ્રકનું ટાયર ફરી વળતા યુવકનું દર્દનાક મોત: ફેક્ટરી પરિસરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત

મધ્યપ્રદેશના મંદસૌરના વતની અને મોરબીની સિરામિક ફેક્ટરીમાં ટ્રકના ડ્રાઇવિંગ પિસ્ટન અને એર-પ્રેશરનું કામકાજ કરતી વખતે એક ૧૯ વર્ષીય યુવક સાથે કાળમુખો અકસ્માત સર્જાયો છે. ટ્રકની નીચે ભૂલથી રહી ગયેલું પાનું લેવા જતાં અચાનક ટ્રક પાછળ ખસતાં ટાયર શરીર પર ફરી વળ્યું હતું, જેના કારણે ગંભીર ઈજાઓ થતાં યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

મળતી માહિતી મુજબ મંદસૌરના વારની ગામનો ૧૯ વર્ષીય દિલિપ કાલુરામ પવાર પોતાના ટ્રક રજીસ્ટર નંબર – RJ-50-GB-1836 માં ટાઇલ્સ ભરવા માટે મોરબીના સરતાનપર રોડ સ્થિત રીચ સિરામિકમાં આવ્યો હતો. ટ્રકનો પિસ્ટન તૂટી જતાં મિસ્ત્રીને બોલાવી રિપેરિંગ કરાવવામાં આવ્યું હતું. મિસ્ત્રી કામ પતાવીને ગયા બાદ, દિલિપ એર-પ્રેશર ભરી રહ્યો હતો ત્યારે તેને યાદ આવ્યું કે મિસ્ત્રીનું નટ-બોલ્ટ ખોલવાનું પાનું ટ્રકની કેબિન નીચે જ રહી ગયું છે. કોઈપણ જાતની સાવચેતી કે બ્રેક માર્યા વગર તે ઉતાવળે પાનું લેવા માટે ટ્રકની નીચે ગયો હતો. દિલિપ નીચે જતાં જ અચાનક ટ્રક પાછળની તરફ રળતાં (ચાલતાં) તેનો કેબિન પાછળનો ટાયર દિલિપના પેટ અને કમરના ભાગે ફરી વળ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઈ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular