સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ,રાજકોટ સંચાલિત પ્રોજેક્ટ “લાઈફ” દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ,મોરબી સંચાલિત મોરબી તાલુકાની શ્રી ખેવાળીયા પ્રાથમિક શાળાના કુલ-૧૨ ઓરડાઓ સંસ્થાના ૧૦૦ % અનુદાનથી બાંધી આપવા સહમતિ દર્શાવેલ છે જે અન્વયે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મોરબી દ્વારા તા.૨૯/૦૭/૨૦૨૬ થી પત્ર લખી સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ,રાજકોટને આ બાબતે MOU કરવા જણાવતા જિલ્લા વિકાસ અધિકારી, મોરબીના માર્ગદર્શન અને પ્રેરણા થકી સદર સંસ્થા સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મોરબી દ્વારા આજ તા.૨૫/૦૯/૨૦૨૬ ના રોજ જિલ્લા શિક્ષણ સમિતિ,મોરબી સંચાલિત મોરબી તાલુકાની શ્રી ખેવાળીયા પ્રાથમિક શાળાના કુલ-૧૨ ઓરડાઓ,કોમ્પ્યુટર લેબ તથા સેનિટેશન વગેરે સહિત સંસ્થાના ૧૦૦ % અનુદાનથી બાંધી આપવા MOU કરવામાં આવેલ છે.