Homeગુજરાતમોરબીમોરબીના મહેન્દ્રનગરની પીપળી પ્રાથમિક શાળામાં ૧૦૮ ટીમ દ્વારા CPRનું લાઈવ ડેમોસ્ટ્રેશન

મોરબીના મહેન્દ્રનગરની પીપળી પ્રાથમિક શાળામાં ૧૦૮ ટીમ દ્વારા CPRનું લાઈવ ડેમોસ્ટ્રેશન

૧૨૮ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઈમરજન્સી સમયે પ્રાથમિક સારવાર તથા જીવન બચાવવાની પદ્ધતિઓ અંગે અપાયું માર્ગદર્શન

મોરબી: મહેન્દ્રનગર સ્થિત પીપળી પ્રાથમિક શાળામાં ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં આકસ્મિક સંજોગોમાં જીવન બચાવવા માટે જરૂરી પ્રાથમિક સારવાર અંગે જાગૃતિ કેળવવા વિશેષ ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો હતો.

સવારે ૧૦:૩૦થી બપોરે ૧૨:૦૦ વાગ્યા દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં ૧૦૮ એમ્બ્યુલન્સ GJ-18-GB-9430ના EMT પ્રવીણભાઈ મેર અને પાયલટ ક્રિષ્નાસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શાળાના ૧૨૮ જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા મેનેજમેન્ટને ઈમરજન્સી પરિસ્થિતિમાં ઝડપી અને યોગ્ય પગલાં લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ દરમિયાન અચાનક હાર્ટ એટેક કે શ્વાસ બંધ થઈ જવા જેવી ગંભીર સ્થિતિમાં દર્દીનો જીવ બચાવવા માટે મહત્વપૂર્ણ CPR પદ્ધતિનું પ્રેક્ટિકલ નિદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ ફ્રેક્ચર સમયે સ્પ્લિન્ટનો ઉપયોગ, પાટા બાંધવાની રીત, બ્લડ પ્રેશર માપવાની પદ્ધતિ અને એમ્બ્યુલન્સમાં રહેલા વિવિધ મેડિકલ સાધનો અંગે પણ લાઈવ માહિતી આપવામાં આવી હતી.

ઈમરજન્સી સમયે ૧૦૮ પર કેવી રીતે કોલ કરવો અને જરૂરી માહિતી કેવી રીતે આપવી તે અંગે પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સમજાવવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા ૧૦૮ ટીમની આ જીવનરક્ષક પહેલને બિરદાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની તાલીમ અત્યંત ઉપયોગી હોવાનું જણાવી ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular