પ્રોહીબીશન ઇંગ્લીશદારૂના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ડીટેઇન કરી જિલ્લા જેલ ભાવનગર તથા જિલ્લા જેલ જૂનાગઢ હવાલે મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ આચરતા પ્રોહી. બુટલેગર સામે પોલીસ ઇન્સ્પેક્ટર, વાંકાનેર તાલુકા પોલિસ સ્ટેશનનાએ પાસા દરખાસ્તો તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટએ પ્રોહીબિશનના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમ (૧)અશ્વીનભાઇ નાથાભાઇ વાજા (ઉ.વ.૨૪) રહે.ગુંદાખડા, તા.વાંકાનેર જી.મોરબી વાળાનુ જિલ્લા જેલ ભાવનગરનુ પાસા વોરંટ ઇશ્યુ કરેલ તેમજ (૨) નાથા હરજી વાજા (ઉ.વ.૫૦) રહે.ગુંદાખડા, તા.વાંકાનેર જી.મોરબી વાળાનુ જિલ્લા જેલ જૂનાગઢનુ પાસા વોરંટ ઇશ્યુ કરેલ જે ઇસમોની સત્વરે અટકાયત કરવા માટે મોરબી એલ.સી.બી./પેરોલફર્લો સ્કોડના સ્ટાફ દ્વારા બંન્ને ઇસમોને તેઓના રહેણાક મકાનેથી મોરબી એલ.સી.બી.કચેરી ખાતે લાવી આરોપીઓને પાસા એકટ તળે, ડીટેઇન કરી ભાવનગર તથા જુનાગઢ જેલ હવાલે કરેલ છે.