Homeગુજરાતમોરબીમોરબીમાં નિવૃતિ પછી પણ પ્રવૃત્તિસીલ રહેતા શિક્ષક શાંતિલાલ પડલિયા

મોરબીમાં નિવૃતિ પછી પણ પ્રવૃત્તિસીલ રહેતા શિક્ષક શાંતિલાલ પડલિયા

મોરબીની માધાપરવાડી માધ્યમિક અને પ્રાથમિક શાળામાં નિયમિત રીતે ભણાવતા નિવૃત્ત શિક્ષકનું સન્માન કરાયું

મોરબીના લોકો અનેકવિધ સેવાઓ કરવા માટે જાણીતા છે,કોઈ આર્થિક સહયોગ આર્થિક અનુદાન આપી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે તો કોઈ શ્રમદાન થકી સેવાકીય પ્રવૃત્તિ કરી મોંઘો મનુષ્યદેહ મળ્યો છે એને સાર્થક કરતા હોય છે ત્યારે મોરબીના મૂળ ગાળા ગામના નિવૃત શિક્ષક *શાંતિલાલ પાડલીયા* કે જેઓ સુરત ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતાં હતા, વયમર્યાદાના કારણે નિવૃત થયા અને વતન મોરબીમાં પરત ફર્યા તેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત ભલે થયા છતાં ચોક અને ડસ્ટર છોડ્યા નહી, નિવૃત્તિ પછી પણ વિદ્યાર્થીઓને ભણાવવાની પ્રવૃત્તિ શાંતિલાલ પાડલીયાએ ચાલુ રાખી છે,તેઓ વજેપરવાડી, સભારાવાડી માધાપરવાડી સરકારી માધ્યમિક અને પ્રાથમિક શાળામાં આવીને નિયમિત રીતે પોતાના ટાઈમ, ટિફિન અને ટીકીટ સાથે વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયનું શિક્ષણ આપે છે તેમજ કોમન એન્ટર ટેસ્ટ CET ની પરીક્ષા માટેની તૈયારી કરાવે છે,સાચા જવાબ આપે એ વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે ઈનામ આપી પ્રોત્સાહન પણ આપે છે,નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિસીલ રહેતાં શાંતિલાલ પાડલીયાને શાળા પરિવાર દ્વારા આભાર પ્રકટ કરવામાં આવેલ છે અને શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ પુસ્તક અર્પણ કરી કર્મઠ શિક્ષકને શાળા વતી વંદન સાથે અભિનંદન પાઠવેલ છે,

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular