Homeગુજરાતમોરબીમોરબીમાં વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબીમાં વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની પેટ્રોલીંગ ટીમે માધાપર શેરી નં. ૩ પાસે શંકાસ્પદ હાલતમાં ફરતા યુવકને ઝડપી પાડી તેની પાસે રહેલા વિમલના થેલાની તલાશી લેતા થેલામાંથી ‘રાજસ્થાન ઓન્લી’ માર્કા વાળી વિદેશી દારૂની ૦૫ સીલબંધ બોટલો કિંમત રૂ. ૨,૮૨૫ નો મુદામાલ મળી આવ્યો હતો. દારૂ સપ્લાય કરનાર અને આરોપી સામે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરમાં આવેલ માધાપર શેરી -૦૩ ના નાકાં પાસે શંકાસ્પદ શખ્સની તલાસી લેતાં તેની પાસે રહેલા વિમલના થેલાની તલાશી લેતા થેલામાંથી ‘રાજસ્થાન ઓન્લી’ માર્કા વાળી વિદેશી દારૂની ૦૫ સીલબંધ બોટલો કિંમત રૂ. ૨,૮૨૫ ના મુદ્દામાલ સાથે આરોપી રાહુલ ઉર્ફ લાલિ રમેશભાઈ પરેશા રહે. મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ દારૂ સપ્લાય કરનાર સાવન ઉર્ફે સાવલો કોળી રહે.‌ મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular