Homeગુજરાતમોરબીમોરબીના નવલખી પોર્ટ પર નવા બંદર અધિકારી તરીકે કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર...

મોરબીના નવલખી પોર્ટ પર નવા બંદર અધિકારી તરીકે કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો: GMB કર્મચારી મહામંડળ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત

મોરબી: ગુજરાત મેરી ટાઇમ બોર્ડ (GMB) સંચાલિત નવલખી પોર્ટ ખાતે FGM બંદર અધિકારી તરીકે કેપ્ટન અરવિંદકુમાર મિશ્રાએ પોતાનો પદભાર સંભાળી લીધો છે. નવા બંદર અધિકારીના આગમનને પગલે ગુજરાત મેરી ટાઇમ બોર્ડ કર્મચારી મહામંડળ દ્વારા તેમનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

નવા હોદ્દેદારની નિમણૂક બાદ ગુજરાત મેરી ટાઇમ બોર્ડ કર્મચારી મહામંડળ (ગાંધીનગર)ના ઉપપ્રમુખ અને સ્થાનિક કર્મચારી સંઘ (મોરબી)ના પ્રમુખ જે. એલ. ધાંજા, મંત્રી જે. ટી. નાચિયા, ઉપપ્રમુખ ભરતભાઈ સોલંકી તેમજ કારોબારી સભ્ય વિક્રમસિંહ જાડેજા સહિતના હોદ્દેદારોએ કેપ્ટન મિશ્રા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. કર્મચારી પ્રતિનિધિઓએ તેમને પુષ્પગુચ્છ અર્પણ કરીને નવી જવાબદારી બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular