Homeગુજરાતમોરબીમાળિયાના જુના ઘાંટીલા ગામે દવા છાટતી વેળાએ ઝેરી અસર થતા ખેત શ્રમીકનુ...

માળિયાના જુના ઘાંટીલા ગામે દવા છાટતી વેળાએ ઝેરી અસર થતા ખેત શ્રમીકનુ મોત

માળીયા મીયાણાના જુના ઘાટીલા ગામની સીમમાં રજનીશભાઈ પીતાંબરભાઈ પટેલની વાડીએ જીરાના ખેતરમાં દવા છાંટતી વેળાએ ઝેરી અસર થતા ખેત શ્રમિકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ માળીયા મીયાણાના જૂના ઘાટીલા ગામની સીમમાં રજનીશભાઈ પીતાંબરભાઈ પટેલની વાડીએ રહેતા સુરસીંગભાઇ રતનભાઇ ડાવર (ઉ.વ.૩૫) નામના ખેત શ્રમીક યુવક વાડીએ જીરામાં દવાનો છટકાવ કરતા હોય ત્યારે શરીરમાં ઝેરી દવાની અસર થતા પ્રથમ સારવાર જેતપર સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમિયાન ખેત શ્રમિકનું મોત નીપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મૃત્યુ નોંધ કરી માળિયા પોલીસે આગળ તપાસા ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular