Homeગુજરાતમોરબીમોરબીમાં શિવરાત્રી પર્વના દિવસે માંસ મટનનુ વેચાણ કરતા દુકાનદાર વિરુદ્ધ ફરીયાદ 

મોરબીમાં શિવરાત્રી પર્વના દિવસે માંસ મટનનુ વેચાણ કરતા દુકાનદાર વિરુદ્ધ ફરીયાદ 

મોરબી મહાનગરપાલિકા દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મોરબીમાં તમામ કતલખાનાઓ બંધ રાખવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, તેમ છતાં માંસ મટનનું વેચાણ કરતા ન્યુ યાદગાર કેટરર્સ નામના દુકાનદાર વિરુદ્ધ  મોરબી મહાનગરપાલિકા દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ રાજકોટ સ્વામિનારાયણ ચોક કૃષ્ણનગર 10 માં રહેતા અને મોરબી મહાનગરપાલિકામા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ માં નોકરી કરતા અનુરાગભાઈ યોગેશભાઈ સંતોકી (ઉ.વ.,૨૯) એ મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે અયોધ્યાપુરી મેઇન રોડ રુદ્રાક્ષ પ્લાઝા માં આવેલ ન્યુ યાદગાર કેટરર્સ નામની દુકાનના માલિક વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મટન, ચિકન તથા મચ્છી વેચાણ કરવા ઉપર કમિશનર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવેલ તેમ છતાં રાત્રિના સમયે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે અયોધ્યાપુરી મેઇન રોડ રુદ્રાક્ષ પ્લાઝા માં આવેલ ન્યુ યાદગાર કેટરર્સ નામની દુકાન ચાલુ રાખી માસ મટનનું વેચાણ કરતા હોય જે બાબતે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશ બોરીચા એ મોરબી મનપામાં અરજી કરેલ હોય જેથી આ ન્યુ યાદગાર કેટરર્સ નામની દુકાનના માલિકે મહાશિવરાત્રીના પર્વની રાત્રીના પોતાની દુકાન ચાલુ રાખી માસ મટનનું વેચાણ કરી મોરબી મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરેલ જાહેરનામાનો ભંગ કરતા દુકાનદાર વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular