Homeગુજરાતમોરબીવડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી...

વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી ‘વડીલ વંદના’ સમારંભ

મોરબીમાં માનવ સેવાના કાર્યો માટે જાણીતા ‘માતુશ્રી સ્વ. નર્મદાબેન ભાણદાસભાઈ નિમાવત ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા સંચાલિત ફ્રી ટિફિન સેવા દ્વારા એક પ્રશંસનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આગામી તારીખ ૨૫-૦૨ ને બુધવારના રોજ માતુશ્રી સ્વ. નર્મદાબેન ભાણદાસભાઈ નિમાવતની ૧૯મી પુણ્યતિથિ નિમિત્તે શહેરના રામાનંદી સમાજના ૬૫ વર્ષથી વધુ વયના વડીલો માટે ‘વડીલ વંદના’ અને સન્માન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સમાજના મોભીઓનું સન્માન કરી જ્ઞાતિજનોમાં પરસ્પર પ્રેમ અને ભાઈચારાની ભાવના પ્રબળ બને તેવા ઉમદા હેતુ સાથે યોજવામાં આવ્યો છે.

આ ભવ્ય સન્માન સમારંભ આગામી ૨૫ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સરદાર રોડ પર આવેલી દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી ખાતે યોજાશે, ત્યારબાદ બપોરે ૧૨:૩૦ કલાકે સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આયોજક વિનોદભાઈ ભાણદાસભાઈ નિમાવત દ્વારા રામાનંદી સમાજના તમામ જ્ઞાતિજનોને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી આ પ્રેરણાદાયી કાર્યક્રમને સફળ બનાવવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

વ્યવસ્થાના ભાગરૂપે, સન્માન મેળવનાર ૬૫ વર્ષથી વધુ ઉંમરના વડીલોએ સામા કાંઠે મુકેશભાઈ કુબાવત (૯૮૭૯૫૨૬૬૯૯), રામાનંદ ટ્રાવેલ્સ ખાતે દીપકભાઈ કુબાવત (૯૪૨૭૨૩૬૭૯૭) અથવા નાની વાવડી ખાતે અરુણાબેન ધૂન મંડળવાળા (૭૫૬૭૫ ૧૪૧૨૭) પાસે નામ નોંધાવી દેવા જણાવાયું છે. વધુ વિગત માટે આયોજક વિનોદભાઈ નિમાવત (મો. ૬૩૫૨૭૦૨૭૯૩) નો સંપર્ક કરી શકાશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular