વિદ્યાર્થીઓએ રાસ-ગરબા અને મટકી ફોડ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો
જેપુર: જેપુર પ્રાથમિક શાળામાં કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની ઉત્સાહભેર અને આનંદમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમગ્ર વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું હતું. આ ઉપરાંત મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉમંગભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓના ઉત્સાહ અને આનંદથી સમગ્ર કાર્યક્રમમાં અનોખી રોનક જોવા મળી હતી. બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓ પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી યોજાયેલી આ ઉજવણી હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ હતી.