મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રીના સમયે પરપ્રાંતીય મજુરોને છરી જેવા હથીયારથી મોતનો ભય બતાવી મોબાઇલ પડાવતી તથા ઘરફોડ ચોરી કરતી ગેંગને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરબી તાલુકાના ભરતનગર થી ખોખરા હનુમાન તરફ જતા રોડ ઉપર ગઇ તા. ૨૭/૦૮/૨૦૨૬ ના રોજ રાત્રીના સાડા અગીયરેક વાગ્યાના અરસામાં ફરીયાદી તથા સાથીઓને અજાણ્યા ત્રણ ઇસમોએ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી ભય બતાવી બળજબરી પુર્વક ધમકાવી મોબાઇલ ફોન નંગ-૦૨ અંદાજે કી.રૂ. ૧૦૦૦૦/- તથા ફરીયાદીના ખીસ્સામાંથી રોકડા રૂપીયા ૧૦૦૦/- કાઢી લીધેલ તેમજ મોરબીના રંગપર જીવાપર ગામ તરફ જતા રોડ પાસે લુપ્ટેન સીરામીકની લેબર કવાર્ટરમાંથી કોઇ અજાણ્યા ચોર ઇસમે મોડી રાતના સમયે ચોરી કરવાના ગુન્હાહીત ઇરાદે લુપ્ટેન કારખાના અલગ અલગ લેબર કવાર્ટરમાં ચોરી છુપી રીતે પ્રવેશ કરી સોહદોના અલગ અલગ કંપનીના અલગ અલગ મોડલના મોબાઇલ નંગ-૦૭ કુલ.કી.રૂ. ૨૯૦૦૦/- ની ચોરી કરી લઇ જતા જે બંને બનાવ અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ હોય.
જે બન્ને ગુન્હા વણશોધાયેલા હોય જેથી પોલીસ ઇન્સપેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ની સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે બન્ને ગુન્હા ડિટેકટ કરવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન ખાનગી બાતમીના આધારે બેલા(રં) ગામથી ખોખરા હનુમાન તરફ જતા રોડ ઉપર ૬૬ કેવી સબ સ્ટેશનથી આગળ પુલીયા પાસે વોચ તપાસમાં રહેતા આ ગુન્હમાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને વિકાસભાઇ અનિલભાઈ લોરીયા રહે- ઇન્દીરાનગર, સામાંકાઠે મોરબી મુળ કોટડાનાયાણી તા વાંકાનેર, ભુપતભાઇ મોહનભાઇ ચૌહાણ રહે-ઇન્દીરાનગર, ખોડીયાર માંના મંદિરની સામે મોરબી-૦૨, ચિરાગભાઇ નાનજીભાઈ ચાવડા રહે-મોરબી સામાંકાઠે, ઇન્દીરાનગર રામાપીરના મંદિર પાસે મુળ- મહેન્દ્રનગર જી- મોરબીવાળાને કુલ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ -૧૨ કિ.રૂ.૫૪૦૦૦, એક તીક્ષ્ણ અણીદાર છરી નંગ-૦૧, રોકડા રૂપિયા ૧૦૦૦/- તથા એક એકસેસ મો.સા. રજીસ્ટ્રેશન નંબર GJ-36-AQ-1165 કિ.રૂ.૨૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૭૫૦૦૦/ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.