Homeગુજરાતમોરબીહળવદના સુસવાવમાં પોલીસનો દરોડો: જાહેરમા જુગાર રમતા ૮ શખ્સો ઝડપાયા

હળવદના સુસવાવમાં પોલીસનો દરોડો: જાહેરમા જુગાર રમતા ૮ શખ્સો ઝડપાયા

હળવદ તાલુકાના સુસવાવ ગામે જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી-૮ ને રોકડ રૂા.૪૧,૫૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે સુસવાવ ગામ પાસે આવેલ વોકળમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી આઠ ઈસમો લખમણભાઈ રણછોડભાઈ માલકિયા રહે ગામ.સુસવાવ તા.હળવદ, દિવ્યેશભાઈ મનીષભાઈ માલકિયા રહે ગામ સુસવાવ તા.હળવદ, રવજીભાઈ હમીરભાઈ રાઠોડ રહે.સુસવાવ તા.હળવદ, સબીરભાઈ ગુલામભાઈ ભટ્ટી રહે.જંગરીવાસ મોરબી દરવાજા પાસે હળવદ તા.હળવદ, દિનમહમદ ગુલમામદ રાઉમા રહે. ગામ સુસવાવ તા.હળવદ, મેહુલભાઈ મનસુખભાઈ માલકિયા રહે. ગામ સુસવાવ તા.હળવદ, સુજલભાઈ નરેશભાઈ માલકિયા રહે. ગામ સુસવાવ તા.હળવદ, નરેશભાઈ ગોવિંદભાઈ માલકિયા રહે ગામ.સુસવાવ તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૪૧,૫૦૦/- ના મુદામાલ સાથે આરોપી-૮ ને પકડી આરોપી વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular