મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ દુકાનમાંથી કોપર વાયરની અનડીટેક્ટ ચોરી ડીટેકટ કરી મુદ્દામાલ રીકવર કરી આરોપીઓને મોરબી તાલુકા પોલીસ સ્ટેશની ટીમે ઝડપી પાડેલ છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કોપર વાયરનો ગુન્હો રજિસ્ટર થયેલ હતા જે ગુન્હો વણશોધાયેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને કોપર વાયર ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ચોર મુદ્દામાલ શોધી કાઢવા સુચના કરેલ હોય જે દરમ્યાન સર્વેલન્સ ટીમને હ્યુમન સોર્સ તથા ટેકનીકલ માધ્યમથી બાતમીના આધારે આ ચોરીઓ ના ગુન્હા ને અંજામ આપનાર ઇસમો રાકેશભાઇ ભુપતભાઇ શકેરા રહે. કુળદેવી પાન પાસે, મફતીયાપરા, મોરબી-૦૨, રાજુભાઈ સવસીભાઈ દેલવાણીયા રહે.આઈ.ટી.આઈ.પાછળ, ધુંટૂ તા.જી.મોરબી, મુળ ગામ-સરવડ તા.માળીયા મી. જી-મોરબી તયા એક કાયદાના સંર્ષમાં આવેલ બાળકિશોરને ઘુંટુ ગામની સીમમાં આઇ.ટી.આઇ.ની બાજુમાં જારી ઝાંખડામાંથી ચોરીમાં ગયેલ મુદામાલ શુધ્ધ કોપર વાયર કિ.ગ્રા.૮૦ કી.રૂ.૧૮,૦૦૦/- તથા રોકડા રૂ.૬૨૦૦૦/- મળી કુલ ૮૦,૦૦૦- ના સાથે પકડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ જયેશભાઇ ઉર્ફે ભાણો ચમનભાઇ કુંઢીયા રહે- આઈ.ટી.આઈ.પાછળ, ઘુંટૂ તા.જી. મોરબીવાળાનુ નામ ખુલતા આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.