મોરબી તાલુકાના લાલપર ગામે વાંકનેર થી મોરબી નેશનલ હાઇવે ઉપરથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ ક્રેટા કાર સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમી મળેલ કે, એક સંદેફ કલરની હુન્ડાઇ કંપનીની ક્રેટા કાર પી GJ-10- CG-4630 વાળીમાં ગે.કા.રીતે પાસ પરમીટ વગર કેફી પીણુ ભરી વાંકાનેર તરફ થી લાલપર ગામ થઇ મોરબી બાજુ આવે છે” જે મતલબેલની બાતમીના આધારે રેઇડ કરતા દેશીદારૂ લી-૭૦૦ કિં.રૂ.૧,૪૦, ૦૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ૫,૫૫,૦૦૦/- નો મુદ્દામાલ સાથે આરોપી સલીમભાઇ ઉર્ફે સલો બાબુભાઇ વિકીયાણી રહે-સરાયા તા. ટંકારાવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા ઇરફાનભાઇ રહે-મોરબી (માલ મંગાવનાર), સદામભાઇ જામ રહે-મોરબી (માલ મંગાવનાર), સલીમ ઉર્ફે રાહુલભાઇ પઠાણ રહે-મોરબી (માલ મંગાવનાર)નું નામ ખુલતા તમામ આરોપોઓ વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.