Homeગુજરાતમોરબીમોરબીના સીલ્વરપાર્કમાંથી રૂ.8.21 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર મોરબી મોરબીના સીલ્વરપાર્કમાંથી રૂ.8.21 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર By morbisahyognews August 28, 2026 330 Share FacebookXPinterestWhatsApp મારૂતિ સુપર કેરીમાંથી 1,092 બોટલ મળી; દારૂ સહિત કુલ રૂ.11.21 લાખનો મુદ્દામાલ જપ્ત મોરબી જુનાઘુંટુ રોડ સીલ્વરપાર્ક સોસાયટીમાં મારૂતી કંપનીની સુપરકેરી માલવાહક ગાડીમાંથી ઈંગ્લીશદારૂની બોટલો નંગ ૧૦૯૨ કિં.રૂ. ૮,૨૧, ૨૯૨/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિં.રૂ.૧૧,૨૧,૨૯૨/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ટાફને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, એક મારૂતી કંપનીની સુપર કેરી માલવાહક ગાડી નંબર GJ-36-V-5715 નો ચાલક તેના વાહનમા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખી જુના ઘુટુ રોડ સીલ્વરપાર્કમા આવેલ છે. અને કોઇને આ દારૂ પહોંચાડવાની પેરવીમા છે તેવી બાતમી મળેલ હોય જે આધારે બાતમીવાળી જગ્યોએ રેઇડ કરતા નાશી જનાર વાહન ચાલકની ગાડીમાં અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની કાચની ૭૫૦ મી.લી.ની કંપની સીલ પેક કુલ બોટલો નંગ- ૧૦૯૨ કિં.રૂ. ૮,૨૧,૨૯૨/- નો પ્રોહી. મુદામાલ ભરેલ વાહન જપ્ત કરી આરોપી વાહન રેઢુ મુકી નાશી જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે કેસ નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 મોરબી મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીમાં ડ્રેનેજ સહિતની સુવિધાઓની સમીક્ષા, મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત morbisahyognews - August 31, 2026