Homeગુજરાતમોરબીહળવદના સરભંડા ગામે ખેતરમાં હાઈટેન્શન વાયર તૂટી પડ્યો ; વીજ કંપની સામે...

હળવદના સરભંડા ગામે ખેતરમાં હાઈટેન્શન વાયર તૂટી પડ્યો ; વીજ કંપની સામે પોલીસમાં અરજી નોંધાવી 

હળવદ: હળવદ તાલુકાના સરભંડા ગામે વીજ કંપની અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. સરભંડા ગામની સીમમાં સર્વે નંબર ૫૧ માં આવેલ ખેતરમાંથી પસાર થતી ૨૨૦ KV ની અતિ હાઈટેન્શન ટ્રાન્સમિશન લાઈનનો તાર અચાનક તૂટી પડતાં ભારે સ્પાર્કિંગ સાથે ધડાકો થયો હતો. સદનસીબે તે સમયે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પરિવાર અને શ્રમિકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ લાઈનના હાઈ વોલ્ટેજ વાયર તૂટી પડવાથી ખેતરમાં ઉભા પાક, જમીન અને સિંચાઈના સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે.

ખેડૂત દિલીપભાઈ જેઠાભાઈ પાંચોટીયા દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં આપેલી લેખિત અરજી મુજબ, આ ટ્રાન્સમિશન લાઈનમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે અને તેનું નિયમિત મેન્ટેનન્સ કે ટેસ્ટિંગ કરવામાં આવતું નથી. લાઈન તૂટવાના કારણે સર્જાયેલા ભારે સ્પાર્કિંગથી ખેતરમાં ઉભેલા ઊભા પાકને મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત આજુબાજુના સર્વે નંબર ૩૦, ૩૧, ૪૪ અને ૪૬ અને ખાત નંબર ૨૯૩ના ખેડૂતોના ઇલેક્ટ્રિક ઉપકરણો અને પાકને પણ વ્યાપક નુકસાની પહોંચી હોવાનું સામે આવ્યું છે.

ઘટનાને પગલે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને વીજ કંપની તેમજ કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. પીડિત ખેડૂતોએ માંગ કરી છે કે પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક સ્થળ પંચનામું કરવામાં આવે અને સરકારી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર (CEI) તથા મામલતદાર દ્વારા ટેકનિકલ રિપોર્ટ તૈયાર કરી પીડિત ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે. તેમજ માનવ જિંદગી જોખમમાં મૂકનાર જવાબદારો સામે ગુનો નોંધી કડક પગલાં ભરવામાં આવે. તેવી ખેડૂત દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular