Homeગુજરાતમોરબીમોરબીમા જૂની અદાવતમાં વેપારી પર ચાર શખ્સોએ છરી વડે હુમલો કરી ચલાવી... મોરબી મોરબીમા જૂની અદાવતમાં વેપારી પર ચાર શખ્સોએ છરી વડે હુમલો કરી ચલાવી લૂંટ By morbisahyognews August 26, 2026 591 Share FacebookXPinterestWhatsApp મોરબીના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ નજીક આવેલ માર્કેટમાં જુની અદાવતનો ખાર રાખી ચાર શખ્સોએ વેપારી પર છરી વડે હુમલો કરી લૂંટ ચલાવી હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબીના સાપર ગામની સીમમાં આવેલ પાવડીયારી માર્કેટના શોપીંગમા રહેતા અને મજુરી કામ કરતા ફરીદ યાસીનભાઈ મેર એ આરોપી ઇકો રહે. ખીરઈ તા. માળિયા મીયાણા તથા શીકલો, મુખી અને કારો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના શેઠ ઇકબાલભાઈના ભાઈ તૈયબભાઇએ થોડા દીવસો પહેલા આરોપી ઇકા સામે માળીયા પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરીયાદ કરેલ હોય જેનો રોષ રાખીને ચારેય આરોપીઓ સમાન ઇરાદો પાર પાડવા નંબર વગરની કાળા કલરની સ્કોર્પીયો કાર લઇને આવી ફરીયાદી તથા સાથી ઇકબાલભાઈને જેમ ફાવે તેમ ગાળો બોલી ઢીકાપાટુનો મુંઢ માર મારી છરી બતાવી ફરીયાદીના ખીસ્સામાં રહેલ મુરઘીના થડાના બે દીવસના હીસાબના રૂ.૨૪,૦૦૦/- ખીસ્સા માંથી કાઢી લઈ લુંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 મોરબી મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીમાં ડ્રેનેજ સહિતની સુવિધાઓની સમીક્ષા, મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત morbisahyognews - August 31, 2026