“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશરે ૫,૧૦,૦૦૦/- ની કિંમતના ૩૧ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને પ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસે “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” માં એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી મોબાઇલો-૩૧ જેની આશરે કિ.રૂ. ૫,૧૦,૦૦૦/- ના શોધી કાઢી, એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી પોલીસે સાર્થક કરેલ છે.