Homeગુજરાતમોરબીમોરબીના લૂંટાવદર પાસે બંધ કારખાનામાંથી રૂ. 4.25 લાખના વાયરની ચોરી

મોરબીના લૂંટાવદર પાસે બંધ કારખાનામાંથી રૂ. 4.25 લાખના વાયરની ચોરી

મોરબીના લૂંટાવદર ગામની સીમમાં આવેલ ‘ક્યોર અર્થ’ નામના બંધ ડિસ્પોઝલ ડીશ મેન્યુફેક્ચરીંગ કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. તસ્કરોએ કારખાનાના પ્રોડક્શન શેડમાં પ્રવેશ કરી પેનલ બોર્ડથી લઈને તમામ મશીનો સુધીના કિંમતી કોપરના વાયરો કાપી કુલ રૂ. ૪,૨૫,૦૦૦ ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે પરિશ્રમ એપાર્ટમેન્ટ સ્વસ્તિક કો.ઓ. સોસાયટીમાં રહેતા રાજેન્દ્રભાઈ મનજીભાઈ બાવરવાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના કયોર અર્થ નામના માલીકીના કારખાનામાં કોઈ અજાણ્યા ઇસમએ મોડી રાતના સમયે કારખાનામાં બંધ દિવાલની સેડના બાકોરામાંથી ચોરી કરવાના ગુન્હાહીત ઇરાદે પ્રવેશ કરી અંદરથી શટરના નટબોલ ખોલી સેડમાં રહેલ પેનલ બોર્ડ થી મેન્યુકચરીંગના તમામ મશીનના અલગ અલગ સાઇઝના કોપર વાયરના કેબલ અંદાજે ૧૭૭૬ ફૂટ જેની અંદાજે કી.રૂ. ૪,૨૫,૦૦૦/- મુદામાલ કોપર વાયર ચોરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular