મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા બચુભાઈ મહાદેવભાઈ ચાડમીયા (ઉ.વ.૫૫) એ તેમના જ ગામના આરોપી રમેશભાઈ કુગસીયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિની વાડીમા મગફળીનુ વાવેતર કરેલ હોય જેમા આરોપીએ મોલની અંદર ટ્રેક્ટર ચલાવેલ હોય જેથી ફરીયાદિએ ના પાડતા આરોપી એકદમ ઉશકેરાઈ જઈ તેમના હાથમા રહેલ પથર ફરીયાદિને કાનના ભાગે મારી ઈજા પહોચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.