હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાંથી જુગાર રમતા કુલ આરોપી-૫ ને રોકડ રૂા.૩૨,૮૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે ચરાડવા ગામની સીમમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી પાંચ ઇસમો વિજય છગનભાઇ માકાસણા રહે. ગામ ચરાડવા તા.હળવદ, ગીરીશ રતીલાલભાઇ પરમાર રહે ગામ ચરાડવા તા.હળવદ, રફીક હારૂનભાઇ મોવર રહે માળીયા માતમના ઓટા પાસે તા.માળીયા, અમીત રમેશભાઈ ચૌહાણ રહે ગામ ચરાડવા નવા તળાવ તા.હળવદ, દિલીપ અરવિંદભાઈ સોનગ્રા રહે ગામ ચરાડવા પ્લોટ વિસ્તાર તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૩૨,૮૦૦/- ના મુદામાલ સાથે આરોપી-૫ ને પકડી આરોપી વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.