હળવદના સરા રોડ પર આવેલ સાધના કોમ્પ્લેક્ષમાં સ્થિત ‘મયૂર એસ. માણેક’ નામની વેપારી દુકાનમાંથી અજાણ્યા તસ્કરો રૂ. ૧,૩૦,૦૦૦ ની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં આવેલ સલાટ ફળી ધાંગધ્રા દરવાજા અંદર રહેતા રામસંગ બહાદુરસંગ ઠાકુર (ઉ.વ.૩૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમે દિવસ કે રાત્રીના કોઇપણ સમયે ફરીયાદીની દુકાનના શટરનુ તાળુ તોડી પ્રવેશ કરી દુકાનમાં રાખેલ ચીજ વસ્તુ ઓ જેમાં (૧) સોપારી આશરે ૨૩૦ કિલો ગ્રામ, (૨) બાગબાન તમાકુના ૫૦ ગ્રામના પતરાના ડબ્બા નંગ- ૫૦ મળી કુલ કિ.રૂ.૧,૩૦,૦૦૦/- ના મતાની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.